Satya Tv News

https://fb.watch/l6BSJefjm-/

ટીંગલોદ ગામે થઈ રહ્યું છે વૃક્ષોનું કટિંગ
તાલુકા ના જવાબદાર તંત્રને ખુલ્લો પડકાર

તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો
લક્ક્ડચોર ઈસમો દ્વારા વૃક્ષો નિકંદન કરાયું
ઈસમો સામે કાર્યવાહી કરે તે અતિ જરૂરી બન્યું

શિનોર તાલુકાના ટીંગલોદ ગામે નર્મદા નિગમ ની માઇનોર કેનાલ પર ધોળા દિવસે વૃક્ષો નું કટિંગ થઈ રહ્યું છે.તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં જવાબદાર તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.

શિનોર તાલુકામાં લક્ક્ડચોર વીરપન્નો દ્વારા કાયદા ના લીરેલીરા ઉડાવી ધોળા દિવસે કોઈ પણ પ્રકારના ડર વિના મશીનથી લીલાછમ વૃક્ષોનું નિકંદન કરી લાકડાં ની ખુલ્લેઆમ તસ્કરી કરીને શિનોર તાલુકાના જવાબદાર તંત્ર ને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે.જે બાબત થી તાલુકા નું જવાબદાર સરકારી તંત્ર વાકેફ છે.તેમ છતાં મૂકપ્રેશક બનીને તમાશહીન બનેલાં જવાબદાર સરકારી તંત્ર ની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.તેવામાં શિનોર તાલુકાના ટીંગલોદ ગામની સિમમાંથી પસાર થતી નર્મદા નિગમ ની માઇનોર કેનાલ પર લક્ક્ડચોર ઈસમો દ્વારા લીલાછમ દેશી બાવળ ના વૃક્ષો નું નિકંદન કર્યા ની ઘટના સામે આવી છે.જેમાં લક્ક્ડચોર ઈસમો દ્વારા મોટી માત્રામાં લીલાછમ વૃક્ષો નિકંદન કરવામાં આવ્યું છે. ત્યારે શિનોર તાલુકા નું જવાબદાર સરકારી તંત્ર દ્વારા વહેલી તકે શિનોર તાલુકામાં બેફામ બનેલાં લક્ક્ડચોર ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવે તે અતિ જરૂરી બનવા પામ્યું છે.

 વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનો

error: