Satya Tv News

https://fb.watch/l6Ghlguob9/

ભરૂચ લારી ગલ્લા હટાવવાના મુદ્દે આવેદનપત્ર
NHAI દ્વારા લારી ગલ્લા હટાવવાના મુદ્દે રજુઆત
લારીગલાવાળાને નોટીસ આપ્યા વિના દૂર કરાયા
આમરણાંત ઉપવાસની પણ ચીમકી આપી

ભરૃચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી ઝાડેશ્વર ચોકડી વિસ્તાર માં NHAI દ્વારા લારી ગલ્લા હટાવવા ના મુદ્દે રજુઆત કરી તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી ..

આમ આદમી દ્વારા ઝાડેશ્વર ચોકડી પર આવેલ લારી ગલ્લા વાળાઓને સાથે રાખી જિલ્લા કલેકટર ને પાઠવવામાં આવેલ આવેદનપત્ર જણાવાયું છે કે ઝાડેશ્વર ચોકડી પર આજુબાજુમાં આવતા તમામ લારી ગલ્લા એનએચઆઇ દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજે આ તમામ લારી ગલ્લા ધારકો છેલ્લા ત્રણ દિવસથી બેરોજગાર બનીને રોડ ઉપર બેસી રહ્યા છે. આ કાર્ય જે પણ થઈ રહ્યું છે એ સારું જ છે પરંતુ આ તો કેવો ન્યાય જ્યારે અમુક લારીગલાવાળાને નોટિસ આપી અને કેટલાક લારીગલાવાળાને નોટીસ આપ્યા વિના તાત્કાલિક ના ધોરણે દૂર કરી દીધા છે .તો ભરૂચ સ્થિત આવેલ આશીર્વાદ હોટલ, ખેતલાઆપા, દ્વારકાધીશ આવા કેટલાક પાકા બાંધકામો જેના ઉપર વારંવાર નોટિસ આપી છે પરંતુ આજ દિન સુધી એને દૂર કરવામાં આવ્યું નથી, અને જે પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા નાના મોટા લારીગલા ચલાવી રહ્યા છે .ત્યારે એ લોકો ઉપર બુલડોઝર ફરી રહ્યું છે અને મોટા માથાઓ સામે 6 થી 7 વખત નોટિસ આપ્યા પછી પણ એક પણ મિનિટ માટે એ લોકોનું દબાણ દૂર નથી થતું. તો ઝાડેશ્વર ખાતે આવેલ તમામ લારી ગલ્લા વાળાને ઝાડેશ્વર ચોકડી ની આજુબાજુમાં યોગ્ય જગ્યા ની ફાળવણી કરી અને એ લોકોને રોજગારી પૂરી પડે એ હેતુથી જગ્યા ફાળવી આપો અન્યથા આમ આદમી પાર્ટી એ લોકો સાથે રહી આવનાર દિવસ સાત માં જે પાક્કા બાંધ કામો ગેરકાયદેસર છે અને નોટિસ આપ્યા પછી પણ જેનો યોગ્ય નિકાલ નથી થયો એના માટે આંદોલન કરવામાં આવશે અને તમામ લારી ગલ્લા વાળા સાથે રહી આમરણાંત ઉપવાસ ની પણ ચીમકી આપવામા આવી છે.

વિડીયો જર્નાલિસીટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂ

error: