સગીર કુસ્તીબાજના યૌન ઉત્પીડનના કેસમાં દિલ્હી પોલીસે બૃજભૂષણ શરણ સિંહને ક્લીનચીટ આપી દીધી છે. સાથે જ 550 પેજનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કર્યો છે.
- બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહને ક્લીનચીટ આપી દેવામાં આવી
- સગીર કુસ્તીબાજના યૌન ઉત્પીડનના કેસમાં દિલ્હી પોલીસે આપી ક્લીનચીટ
દિલ્હી પોલીસે સગીર કુસ્તીબાજના યૌન ઉત્પીડનના કેસમાં બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહને ક્લીનચીટ આપી દીધી છે.
દિલ્હી પોલીસે ગુરુવારે બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 7 કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર બે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી ચાર્જશીટ સગીરની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં પટિયાલા કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સગીર દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં દિલ્હી પોલીસે બૃજભૂષણને ક્લીનચીટ આપી દીધી છે.