સેફ એન્વાયરો કંપની દ્વારા રજૂઆત
દબાણના વિવાદને લઈ કરી રજૂઆત
અવર-જવરનો માર્ગ અંગે ધારદાર રજૂઆતો
અધિકારીએ ગ્રામજનો સાથે સ્થળની કરી મુલાકાત
સમસ્યાનો હલ વહેલી તકે લાવવા સૂચના
જંબુસર સેફ એન્વાયરો કંપની દ્વારા ગૌચર જમીન પર દબાણના વિવાદને લઈ વહીવટી તંત્ર એ સ્થળ નિરીક્ષણ કર્યું.
જંબુસર તાલુકાના મગણાદ ગામે ઔદ્યોગિક કચરાનો નિકાલ કરતી સેફ એન્વાયરો કંપની દ્વારા સરકારી ગૌચર તથા પડતર જમીન માં ગેરકાયદેસર દબાણ કરી કંપનીમાં અવર જ્વરનો માર્ગ બનાવી દીધો છે. તથા વરસાદી કાસને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અને નર્મદા નિગમની નહેરો તોડી નાખવામાં આવી હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા..ગતરોજ માગણાદ સરપંચ તથા સભ્યો સહિત ગ્રામજનોએ કંપનીએ ગેરકાયદેસર ગૌચર જમીનમાં રસ્તો બનાવી દીધેલ હોય સદર માર્ગો ઉપર કાંટાળી વાડ કરી કંપનીમાં વાહનોની અવરજવર બંધ કરાવી દેતા કંપની સંચાલકોએ માર્ગ ફરી શરૂ કરાવવા વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. જે અંતર્ગત પ્રાંત અધિકારી મહેશ પટેલ, મામલતદાર વિનોદ પરમાર, ટીડીઓ મહેન્દ્ર ચૌધરી સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં મગણાદ સરપંચ, સદસ્યો, ધરતીપુત્રોએ પોતાની સમસ્યાઓ અને તકલીફોની કંપની દ્વારા કરાયેલ ગૌચર જમીન દબાણ, નાડા, વરસાદી કાંસ, નર્મદા નહેર ની ભાગફોળ, ધરતી પુત્રોને ખેતરમાં જવા માટેના અવર-જવરનો માર્ગ અંગે ધારદાર રજૂઆતો કરી હતી. આ તમામ બાબતો ધ્યાને લઈ પ્રાંત અધિકારીએ ગ્રામજનો સાથે સ્થળ નિરીક્ષણ, મુલાકાત કરી હતી. અને કંપની સંચાલકોને આ સમસ્યાનો હલ વહેલી તકે લાવવા સૂચન કર્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર