Skip to main content

Satya Tv News

વાલિયાના સિંગલવાણ ગામની સીમમાં થઈ ચોરી
ખેતરમાંથી બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર
૪૦ હજારની બાઈકની ચોરી કરી ફરાર
ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી 

વાલિયા તાલુકાના સિંગલવાણ ગામની સીમમાં ખેતર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા

વાલિયા તાલુકાના નવા નગર ગામમાં રહેતા અંકિત ભુપેન્દ્ર ભક્તએ ગત તારીખ-૧૨મી જુનના રોજ સિંગલવાણ ગામની સીમમાં આવેલ તેઓના ખેતરે બાઈક નંબર-જી.જે.૧૬.એ.એલ.૮૦૮૯ લઇ ગયા હતા ,તે દરમિયાન તેઓએ ખેતર પાસે બાઈક પાર્ક કરી હતી, તે સમયે વાહન ચોરો ત્રાટકી તેઓની ૪૦ હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બાઈક ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સયા ટીવી વાલિયા

error: