જંબુસરમાં તંત્રની બેદરકારી આવી સામે
વાવાઝોડાની સૂચનાઓ છતાં તંત્રની આળસ
નગરમાં હોર્ડિંગ્સ ઉતારવામાં રાખી આળસ
ભારે પવનના કારણે ઉડ્યું હોર્ડિંગ્સ- પતરું
જંબુસર વાવાઝોડાની સૂચનાઓ હોવા છતાંય તંત્ર દ્વારા જંબુસર નગરમાં લગાવેલ હોર્ડિંગ્સ ઉતારવામાં આળસ રાખી.
બીપરજોય વાવાઝોડાને હવે ગણતરીના કલાકો બાકી છે અને પવનના સુસ્વાટા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેજ ગતીએ પવનની લહેરો ચાલી રહી છે. રસ્તા ઉપર અવર-જવર ઘટી છે .વાવાઝોડાની અસર જંબુસર નગર સહિત પંથકમાં વર્તાઈ રહી છે. ત્યારે જંબુસર નગરમાં જાહેર રોડ રસ્તાઓ, ડેપો સહિતના વિસ્તારોમાં લગાવેલ હોલ્ડિંગ્સ તંત્રએ ઉતરાવ્યા નથી, જે તંત્રની બેદરકારી દેખાઈ રહી છે. આ સહિત જંબુસર ડેપો સર્કલ જે સુપર સોલ્ટ દ્વારા બનાવાયું હતું. તે સાઇન બોર્ડ તેજ પવનના કારણે ધારાસાઈ થયું હતું .તથા ડેપોમાં બનાવેલ શેડનું પતરું પણ ભારે પવનના કારણે ઉડી રહેલું નજરે પડે છે. હાલ વાવાઝોડાની અસર સાથે તેજ ગતિએ પવનો ફૂંકાઈ રહ્યા છે.
વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર