Satya Tv News

ન.પા.ની દૂષિત પાણીની લાઈન તૂટી
ખાનપુર ગ્રામજનોમાં ત્રાહિમામ
ઢોરના મોત થયા હોવાનો ગ્રામજનો આક્ષેપ
ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોમાં

YouTube player

જંબુસર નગરપાલિકાની દૂષિત પાણીની લાઈન તૂટી જતાં ખાનપુર ગ્રામજનો ત્રાહિમામ પોકારતા હતા .જયારે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી.

જંબુસર નગરપાલિકા દ્વારા ડ્રેનેજની પાઇપલાઇન જંબુસર થી આશરે ચાર કિલોમીટર દૂર ખાનપુર જવાના માર્ગે પસાર થાય છે. જે વારંવાર તૂટી જવાથી ખાનપુર ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગંદા પાણીની લાઈન તૂટવાને કારણે અસહ્ય દુર્ગંધ મારે છે ,તથા આજુબાજુ કાંસ કે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. અને ખાનપુરના પશુપાલકો આ ગૌચરની જમીનમાં પશુ ચરાવવા આવે છે. આ કાસમાં પાણી ભરાયેલા પશુ પીવે છે. જેને લઇ ઢોરના મોત નીપજીયા હોવાનો ગ્રામજનો આક્ષેપ કર્યો હતો. સદર બાબતે નગરપાલિકાને રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી જેને લઇ ખાનપુર ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આ ગંદા પાણીના પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો આંદોલનની ચીમકી ગ્રામજનો ઉચ્ચારી હતી.

વિડીયો જર્નાલિસીટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: