વાલિયામાં મળીયા લીલા ગાંજાના ૬ છોડ
૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝાપાયો ઈસમ
ભરૂચ S.O.G.A એ ઝડપી પાડ્યો ઈસમને
વાલિયા તાલુકાના રૂંધા ગામના નવા ફળિયા ઘરના ઉકરડા પાસે લીલા ગાંજાના ૬ છોડ મળી ૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે એસ.ઓ.જીએ એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના રૂંધા ગામના નવા ફળિયા રહેતો છના લાલિયા ચૌધરીએ ઘરના સામે ઉકરડાના કિનારા ઉપર લીલા ગાંજાના છોડ વાવેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને તપાસ કરતા ત્યાંથી વનસ્પતિજન્ય ગાંજાના લીલા ૬ છોડ ૬૨૭ ગ્રામના મળી આવ્યા હતા પોલીસે ૬ હજારથી વધુના મુદ્દામલા સાથે છના લાલિયા ચૌધરીને ઝડપી પાડી વાલિયા પોલીસને હવાલે કર્યો હતો.
વિડીયો જર્નાલિસીટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા