નર્મદા: જંગલો માં થતી લાકડા ચોરી અટકાવવા માટે જંગલ ખાતા તરફ થી સતત ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જેમાં સોરાપાડા વન વિભાગને મળેલ ગુપ્ત બાતમીના આધારે દેડીયાપાડા તાલુકા ના કુંડીઆંબા ગામે થી ખેરના લાકડા ભરેલ ટ્રક (એલ્પી) વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સોરાપાડા રેન્જ આરએફઓ અને વન વિભાગ ના કર્મચારીઓને મળેલ બાતમીના આધારે મે. ડીસીએફ સાહેબ તેમજ એસીએફ સાહેબ નાં માર્ગ દર્શન હેઠળ આરએફઓ સોરાપાડા, આરએફઓ મોબાઇલ સ્કોડ તેમજ સોરાપાડા રેન્જ અને દેડીયાપાડા રેન્જ નાં સ્ટાફ સાથે મળીને રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતા. એ સમય દરમ્યાન તા.૧૫, જૂન,૨૦૨૩ નાં રોજ રાત્રે ૭:૩૦ કલાકે કુંડીઆંબા થી કેવડી જવાના રસ્તે સર્વે નંબરમાં બીન પરવાનગી એ કાપેલ ખેરના લાકડા ભરેલી ટ્રક (એલ્પી) વાહન નંબર GJ 09. Z.5850 ઝડપી પાડી હતી. તેમજ વન વિભાગના અધિકારીઓને જોઈ લાકડા ભરનાર લાકડા ચોરો ભાગી છૂટયા હતા, તેમજ ટ્રક ચાલક ને વન વિભાગના કર્મચારીઓએ ઝડપી પાડયો હતો. અને વાહન ની તપાસ કરતા ખેરના તાજા છોલેલા લાકડા નો જથ્થો મળી આવ્યો હતો. જેથી વાહન અટક કરી દેડીયાપાડા ડેપો ખાતે જમા કરેલ છે. આ અંગે દેડીયાપાડા ડેપો ખાતે વધુ તપાસ કરતા ખેર નાં લાકડા નંગ ૯૮ ઘન મીટર ૧.૪૨૧ જેની બજાર કિંમત રૂ.૭૫,૦૦૦/- ટ્રક (એલ્પી) નંબર GJ.09.Z.5850 વાહન ની અંદાજિત કિંમત રૂ.૬,૪૫,૦૦૦/- મળી કુલ.કિંમત રૂ.૭,૨૦,૦૦૦/- નો માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા, દેડીયાપાડા નર્મદા