Satya Tv News

વાલિયામાં ડહેલી પુલ પર સર્જાયો અકસ્માત
ચાલકનું સ્ટેયરીંગ પર કાબુ નહિ રહેતા અકસ્માત
અકસ્માતમાં ચાલકને પહોચી ગંભીર ઈજા
ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 

વાલિયા-વાડી રોડ ઉપર આજે વહેલી સવારે ડહેલી પુલ ઉપર પીકઅપ ગાડી ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા ગાડી નીચે ખાબકતા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી

વાલિયા તાલુકાના સીલુંડી ગામમાં રહેતા અહેમદ આજે પોતાની પીકઅપ ગાડી નંબર-જી.જે.૧૬.એ.યુ.૧૬૧૫ લઇ વાલિયા-વાડી રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા, તે દરમિયાન ડહેલી ગામના પુલ પાસે ચાલકનું સ્ટેયરીંગ ઉપર કાબુ નહિ રહેતા ગાડી પુલની રેલીંગ તોડી નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે પ્રથમ વાલિયા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: