Satya Tv News

ઝેરી પશુ ચારો આળોગતા પાંચ બકરાંઓ નો મોત નિપજ્યા

વાગરા તાલુકાના કલમ ગામે પશુ ખોરાકમાં દવા ભેળવી પાંચ બકરાઓને મારી નાંખ્યા હોવાની વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી.પશુઓના મોત થતા પશુપાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

માણસ-માણસ વચ્ચે ઈર્ષ્યા થતા મારામારી અને મર્ડર સુધી ની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.પરંતુ અબોલા પ્રાણીઓને પણ માણસની વિકૃતતા નો શિકાર બનવુ પડે એવી વિચિત્ર ઘટના વાગરા ના કલમ ગામે બનતા પશુપાલકો માં રોષ ફાટી નીકળ્યો હતો.વાગરા ના કલમ ગામે પશુ ચારા માં ઝેરી દવા ભેળવી દેતા તેને આળોગતા પાંચ બકરા-બકરી ના મોત નિપજ્યા હતા.ગરીબ પરિવારો ના પાંચ બકરા ના મોત થતા આર્થિક ફટકો પડતા પશુપાલકો ના ઉપર આભ તૂટી પડ્યુ હતુ.આ અંગે સરફરાઝ હસન પટેલે વાગરા પોલીસ માં ગામના જ મુબારક ઇસ્માઇલ ગુંદીવાળાએ બકરાઓના ખોરાકમાં ઝેરી દવા ભેરવી મારી નાંખ્યા નો આરોપ લગાવ્યો હતો.પાંચ બકરા પૈકી ફરિયાદી ના ત્રણ,સુમન રાઠોડ નો એક બકરો,ધનીબેન નો એક બકરો તેમજ ભીખીબેન ની બકરીનો સમાવેશ થાય છે.આરોપીએ તેના વાડા માં બકરાઓ ઘુસી જતા હોય ચારામાં ઝેરી દવા ભેરવી મૂકી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.આ અંગે સરફરાઝ પટેલે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: