Satya Tv News

આંધ્ર પ્રદેશથી એક સનસનીખેઝ મામલો સામે આવ્યો છે. અહીં સગીરા સાથે યૌન ઉત્પીડનના આરોપમાં એક કથિત ધર્મગુરૂને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આરોપ છે કે પીડિતાને આશ્રમમાં બંધક બનાવીને બે વર્ષથી વધારે સમય સુધી રેપ કરવામાં આવ્યો.

આંધ્ર પ્રદેશમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
સગીરા સાથે યૌન ઉત્પીડનના આરોપ
કથિત ધર્મગુરૂની કરવામાં આવી ધરપકડ

આંધ્ર પ્રદેશ પોલીસે એક સગીરા સાથે યૌન ઉત્પીડનના આરોપમાં વિશાખાપત્તનમ આશ્રમના પ્રશાસકની ધરપકડ કરી છે. પ્રશાસક પર આરોપ છે કે તેમણે પોતાના આશ્રમમાં એક સગીરાનું બે વર્ષથી વધારે સમય સુધી યૌન ઉત્પીડન કર્યું.

જાણકારી અનુસાર 15 વર્ષીય અનાથ પીડિતાની ફરિયાદ બાદ 63 વર્ષીય સ્વામીની ધરપકડ કરવામાં આવી. આરોપ છે કે તેમણે પીડિતાને બે વર્ષથી વધારે સ્વામી બંધક બનાવીને તેનું યૌન ઉત્પીડન કર્યું. 

યુવતીએ નાની ઉંમરમાં જ પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. તેમના સગા સંબંધીએઓ તેને ગરીબ બાળકો માટે બનેલા આશ્રમમાં મોકલી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે સ્વામી દરરોજ રાત્રે તેને પોતાના બેડરૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરતા હતા. 

છેલ્લા એક વર્ષથી પીડિતા બેડરૂમમાં સાકળે બંધાયેલી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને ફક્ત બે ચમચી ભોજન આપવામાં આવતું હતું અને અઠવાડિયામાં ફક્ત 1 વખત નહાવા દેવામાં આવતું હતું. 

જાણકારી અનુસાર પીડિતા 13 જૂને ઘરેલુ સહાયિકાઓની મદદથી આશ્રમમાંથી ભાગી નીકળી. પીડિતાએ ટ્રેનમાં બેસીને એક યાત્રી મહિલાને પોતાની આપબીતી સંભળાવી ત્યાર બાદ તેની ફરિયાદ લેખીત રીતે પોલીસને આપવામાં આવી.

ફરિયાદ બાદ પીડિતાને બાલ કલ્યાણ સમિતિ લઈ જવામાં આવી જ્યાં તેણે એવું જણાવ્યું કે કેવી રીતે સ્વામીએ આશ્રમમાં તેનું યૌન અને શારીરિક શોષણ કર્યું ફરિયાદ સાંભળ્યા બાદ સીડબ્લ્યૂસીના સદસ્યોએ સગીરાને દિશા પોલીસ સ્ટેશન મોકલી દીધી જ્યાં સ્વામી પૂણાર્નંદના વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.હાલ પીડિતાને મેડિકલ તપાસ માટે વિજયવાડા સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી છે. બીજી તરફ પોતાના બચાવમાં આરોપી ધર્મગુરૂએ આરોપ લગાવ્યો છે કે અમુક લોકો આશ્રમની જમીન હડપવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આરોપ આજ ષડયંત્રનો ભાગ છે.

error: