ટેસ્લાના ફાઉન્ડર અને સીઈઓ એલન મસ્કે બુધવારે અમેરિકાના પ્રવાસે પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન એલન મસ્કે ભારતના વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે, તે પણ પીએમ મોદીના ફેન છે, જે ભારત માટે સારુ કરવા માગે છે.
હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ વધારે ઉત્સાહિત છું. મને લાગે છે કે, દુનિયાના કોઈ પણ મોટા દેશની તુલનામાં ભારત પાસે વધારે સંભાવનાઓ છે.
મસ્કે એ પીએમ મોદી સાથે 2015માં પ્રથમ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો.પીએમ મોદી સાથએ આ એક શાનદાર બેઠક હતી. કેટલાય વર્ષ પહેલા તેમણે પીએમ મોદીએ અમારી ફ્રીમોંટ ફેક્ટ્રીની મુલાકાત લીધી હતી.
એલન મસ્કે કહ્યું કે, હું કહી શકું છું કે, મોદી હકીકતમાં ભારત માટે સારા કામ કરવા માગે છે. તેઓ નવી કંપનીઓને ખુલા મને સ્વીકારે છે અને સ્વાગત કરવા માગે છે અને તેમનું સમર્થન કરે છે. તેમની સાથે જ તેઓ તેનું ધ્યાન પણ રાખે છે, જેનાથી ભારતને ફાયદો થાય. આ જ હોવું જોઈએ.
તેમણે કહ્યું કે, ભારતમાં એક સ્થાયી ઊર્જા ભવિષ્યના તમામ ત્રણ સ્તંભો માટે ક્ષમતા છે. ત્રણ સ્તંભ મુખ્ય રીતે સૌર અને પવનના માધ્યમથી સ્થાયી ઊર્જા ઉત્પાદન છે. આપને હકીકતમાં વીજળી પૈદા કરવા માટે જેટલી જગ્યા જોઈએ, ભારતમાં તે ખૂબ ઓછી છે. આ ખૂબ જ ઉલ્લેખનિય છે. અમે સ્ટારલિંક લાવવાની શોધ કરી રહ્યા છીએ. જે ભારતના ગ્રામિણ વિસ્તાર માટે અવિશ્વસનીય રીતે સહાયક થઈ શકશે.