Satya Tv News

ડભોઇમાં ટેમ્પા નું ફાટ્યું ટાયર
ટેમ્પો પલટી ખાતા ટ્રાફિક જામ
બે લોકોનો થયો આબાદ બચાવ

ડભોઇ તરસાણા નજીક ટેમ્પા નું ટાયર ફાટી જતા ટેમ્પો પલટી ખાઈ જતા રોડ ઉપર પાઇપો ની રેલમ છેલ થતાં અવર જવર ટ્રાફિક બંધ થઈ ગયો હતો જ્યારે કે બે લોકોનો આબાદ બચાવો થવા પામ્યો હતો.

મળતી માહિતી મુજબ હિંમતનગર થી ટેમ્પા નંબર જીજે 09 ઝેડ 2200 ટેમ્પા ચાલક પાઇપ ભરી વાઘોડિયા થી ડભોઇ આવતા દરમિયાન તરસાણા ગામ પાસે પાછલા વિહીલ નું ટાયર ફાટી જતા ટેમ્પો પલટી ખાઈ જતા માર્ગ પર પાઇપો ની રેલમ છેલ ડ્રાઇવર અને કંડકટર નો આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે કે ડભોઇ વાઘોડિયા માર્ગ બંધ થઈ ગયો હતો. ડાયવર્ઝન આપવાની વ્યવસ્થા હાથ ધરાઈ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી માર્ગ બંધ થતા અનેક વાહનો રોડ ઉપર અટવાયા હતા જેકામ ધંધા અર્થે જતા લોકો રસ્તા ઉપર અટવાયા હતા પોલીસે તાત્કાલિક ના ધોરણે રસ્તો ખુલ્લો કરવા કામગીરી હાથ ધરી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: