Satya Tv News

ભરૂચમાં નવ નિર્મિત આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ
એરપોર્ટ જેવા બસ સ્ટેશનનું કામ 6 વર્ષે પૂર્ણ
ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ
₹100 કરોડના ખર્ચે એરપોર્ટને જેવું ભરૂચનું બસ ટર્મિનલ

ભરૂચ સિટી સેન્ટર આધુનિક એરપોર્ટ કક્ષાના ₹100 કરોડના આઇકોનિક બસ સ્ટોપનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું. ભરૂચના નવ નિર્મિત એસ.ટી બસ પોર્ટ સીટી સેન્ટરને આજથી ખુલ્લું મુકવામાં આવ્યું હતુ.

ભરૂચનો મધ્યસ્થ ડેપો ફરી 6 વર્ષ બાદ કાર્યરત થતા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે છિન્નવાઈ ગયેલી વિવિધ ક્ષેત્રના વેપાર – ધનધનાર્થીઓની રોજગારી પરત શરૂ થઈ જશે તેવો આશાવાદ સાથે આજે બસ પોર્ટને ખુલ્લું મુકાતા શહેરીજનોમાં આનંદ છવાયો છે.

ભરૂચ જિલ્લાના આઇકોનીક બસ પોર્ટમાં 12 જેટલા પ્લેટફોર્મ પરથી ભરૂચ અને નર્મદા જિલ્લાના 5 ડેપો, પીકઅપ સ્ટેન્ડ, 9 તાલુકા અને ગામોને જોડતી લોકલ 200 થી વધુ બસોનું સંચાલન આજથી શરૂ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં આઇકોનિક બસ પોર્ટને ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા સહિત ભરૂચ જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવનિર્મિત બસ પોર્ટને નિહાળી કામગીરીની પ્રસંસા કરી હતી. તેમજ જિલ્લાની પ્રજાને આ બસ આઇકોનિક બસ પોર્ટથી ઘણાં ફાયદા થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરના અગ્રણીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: