Satya Tv News

શિવ ઠાકરે, રૂહી ચતુર્વેદી, રોહિન રોય, અંજલિ આનંદ, રેપર ડિનો જેમ્સ, ડેઝી શાહ, રશ્મીત કૌર, નાયરા બેનર્જી, અંજુમ ફકીહ, અર્ચના ગૌતમ, ઐશ્વર્યા શર્મા, સુન્દુસ મોફકીર, અરિજિત તનેજા અને શીજાન જોવા મળશે

રોહિત શેટ્ટી આ શોને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર પહેલા શોની રિલીઝ ડેટ જૂન જણાવવામાં આવી રહી હતી. દરમિયાન, ‘ખતરો કે ખિલાડી 13’ની તારીખ સામે આવી ગઈ છે કે શો ક્યારે અને ક્યાં શરૂ થશે. રોહિત શેટ્ટીનો ધમાકેદાર શો ‘ખતરો કે ખિલાડી 13’ કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, આ શોનું પ્રસારણ 15 જુલાઈથી શરૂ થઈ શકે છે. આ શો શનિવાર અને રવિવારે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. શોના કેટલાક સીન સાઉથ આફ્રિકામાં શૂટ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક આર્જેન્ટિનામાં શૂટ કરવામાં આવ્યા છે.

શોના ત્રણ જૂના પાવરફુલ સ્પર્ધકો હવે આ સિઝનમાં પણ એન્ટ્રી કરશે અને આ સિઝનના ખેલાડીઓને ટક્કર આપતા જોવા મળશે. જણાવી દઈએ કે હવે માત્ર દિવ્યાંકા ત્રિપાઠી જ સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળશે. અબ્દુ રોજિક અને અભિનેત્રી અંજુમ ફકીહ ટૂંક સમયમાં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકો તરીકે પ્રવેશ કરશે

error: