નવીન ફ્લોરિન કંપનીમાં કામદારનું મોત
ફેક્ટરી ઇન્સ્પેક્ટર સાથે વાત કરી કાર્યવાહી
એક તરફ કોંગ્રેસ ધરણા કરી રહી છે પ્રદર્શન
પગલાઓ નિષ્ફળ નીવડશે તો આંદોલનની ચીમકી
દહેજની નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં આજે એક કામદારનું મોત નીપજ્યું છે. આવતીકાલે સોમવારે જ કોંગ્રેસ દ્વારા અકસ્માતો અને પ્રદૂષણના મુદ્દાને લઈને પ્રતિક ધરણાનો કાર્યક્રમ અંકલેશ્વર ખાતે રાખવામાં આવ્યો છે. ત્યારે આજે ફરી એક વખત દહેજની કંપનીમાં કામદારનું મોત નીપજ્યું છે.
તાત્કાલિક સારવાર અર્થે કામદાર રાજ કિશોર યાદવને ભરૂચની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જતા હતા ત્યાં તેનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ખાતે કામદારને સારવાર અપાઈ રહી હતી. ત્યાં રૂબરૂ જઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોળાએ તેઓના સગા સંબંધીઓને રૂબરૂ મળી શાંતવાના પાઠવી હતી. ફેક્ટરી ઇન્સ્પેક્ટર વસાવા સાથે વાત કરી કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા તેઓને તાકીદ કર્યા હતા.
દહેજ પોલીસ સ્ટેશનના પીઆઇ વાઘેલા સાથે પણ તેઓએ વાત કરી માનવવધનો ગુનો કંપની સામે દાખલ કરવા માટેની માંગણી કરી છે. એક તરફ આવતીકાલે કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરી રહી છે. જેને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી રહી નથી અને બીજી તરફ અકસ્માત બંધ થવાનું નામ નથી લેતું. બનાવો રોકવામાં તંત્ર નિષ્ફળ નિવડી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો સ્થાનિક રહીશો અને કામદારો માટે જોખમી સાબિત થઈ રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જો તંત્ર આ બાબતે ગંભીર પગલાઓ ભરવામાં નિષ્ફળ નીવડશે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી અપાઈ છે.
વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી દહેજ