જિલ્લાના ગાળા ગામના પાટિયા પાસે ભીષણ આગી લાગી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, ગેસના બાટલાના ગોડાઉનમાં આગી લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટેની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારે પ્રાથમિક તપાસમાં જણાવા મળ્યુ હતુ કે, ગેસના બાટલામાં આગ લાગતા બ્લાસ્ટ થવાની ઘટના ઘટી છે. ત્યારબાદ સમગ્ર ગોડાઉન આગની ચપેટમાં આવી ગયું હતું.
ગેસના ગોડાઉનમાં જ નહીં આજુબાજુમાં આવેલી દુકાનોમાં પણ આગ લાગી ગઈ હતી. આ ઉપરાંત બહારની સાઇડ પાર્ક કરેલા બાઇક પણ આગમાં બળીને ખાક થઈ ગયા હતા. ત્યારે હાલ ફાયરવિભાગની બે જેટલી ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે.