પટના સહિત સમગ્ર બિહારમાં ગુરૂવારે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જોકે, આ વરસાદ કહેર બનીને વરસ્યો હતો. રાજ્યમાં વીજળી પડવાથી 8 લોકોના મોત થઈ ગયા હતા.
મૃતકોમાં જમુઈ, મુંગેર, ગયા અને ખાગરિયાના એક-એક અને લખીસરાઈ-શેખપુરાના બે-બે લોકો સામેલ છે. જેમાંથી ત્રણ લોકો ખેતરમાં કામ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા. અને એક વ્યક્તિનું ઢોર ચરાવતી વખતે મોત થયું હતું.
બીજી તરફ જમુઈમાં ઘરની બહાર રમતા બાળક પર વીજળી પડી હતી. એવી જ રીતે શેખપુરામાં પણ આઠ વર્ષનો બાળક તેના ત્રણ મિત્રો સાથે વરસાદમાં સ્નાન કરી રહ્યો હતો ત્યારે તેના પર વીજળી પડી હતી.
આગામી ત્રણ દિવસ સુધી પટના સહિત રાજ્યના બાકીના જિલ્લાઓમાં એક-બે સ્થળોએ હળવા વરસાદ અને ગાજવીજ અને વીજળીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
બીજી તરફ ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચારોખરીગઢ પંચાયતના તિન્નાવા નિવાસી 50 વર્ષીય રામ વિલાસ યાદવનું ગુરુવારે વીજળી પડવાથી મૃત્યુ થયું હતું. રામવિલાસ બપોરે વરસાદ દરમિયાન ખેતરમાંથી ઘરે પરત આવી રહ્યો હતો. ત્યારે જ જોરદાર ગડગડાટ થઈ અને રામવિલાસ વીજળીનો ભોગ બન્યો.