Satya Tv News

ઉત્તર પ્રદેશના બારાબંકીના એક ડોક્ટરના હત્યા બાદ તેમની પત્ની દરદર ભટકી અને જીવન ગુજારી રહ્યા છે. ભીખ માંગી જીવન ગુજારતા ૯૦ વર્ષીય વૃધાને પરિવાર વિશે પૂછવામાં આવતા મહિલાએ શાંત સ્વભાવે જણાવ્યું હતું કે તેમની પુત્રી બોલીવુડમાં હિરોઈન છે જે ફેમસ ટીવી શો સપને સુહાને લડકપન કી સિરિયલમાં પણ કામ કરી ચૂકી છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો પટનાના કાલીઘાટ વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં લાચાર અને વયોવૃદ્ધ મહિલાને બાળકો બાબતે પૂછતાં તે આ અંગે પ્રશ્નો ન કરવા જણાવે છે.

કરુણ અવાજે મહિલા એવું પણ કહી રહી છે કે આવા બાળકો હોય તો તેનું મૃત્યુ થઈ જવું જોઈએ! હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સે કહ્યું કે કલંક છે. આ વીડિયો જોયા બાદ લોકો ગુસ્સે થઈ પોતાની પ્રતિક્રિયા દ્વારા લાચાર માતા પ્રત્યે સંવેદના સખવી તેને મદદ કરવા અંગે જણાવી રહ્યા છે

error: