Satya Tv News

બસ સ્ટેન્ડ પાસે ઉભી કરેલ દુકાન મામલે ધીંગાણું
ધીંગાણું સર્જાતા ત્રણ લોકોને ઈજાઓ
વાલિયા પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી 

વાલિયા તાલુકાના કરસાડ ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભી કરેલ દુકાન મામલે સરપંચના પરિવાર સાથે પૂર્વ સરપંચના પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી.

વાલિયા તાલુકાના કરસાડ ગામ રહેતા આકાશ સુધન વસાવા ગત તારીખ-૧લી જુલાઈના રોજ ગામના હસમુખ નટવર વસાવા સાથે બસ સ્ટેશન પાસેથી ચાલતા ચાલતા ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ગામનો સંતોષ ભાણા વસાવા ઇક્કો કારમાં ભાણા કાનજી વસાવા,મનીયા કાનજી વસાવા,રાજેશ મનીયા વસાવા,શૈલેશ મનીયા વસાવા,સાગર વસાવા,ગણેશ વસાવા સાથે આવી ચાલતા જઈ રહેલ આકાશ વસાવાને ટક્કર મારી હતી જયારે સોમ કાનજી વસાવાએ બાઈક પર આવી હસમુખ વસાવાને ટક્કર મારી જમીન ઉપર પાડી દીધા હતા જે બાદ બંને યુવાનોને સારવાર અર્થે વાલિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા સારવાર લઇ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવતા ત્યાં હાથમાં ધારિયા લઇ આવેલ સંતોષ ભાણા વસાવાએ આકાશ સાથે ઝઘડો કરી ધારિયું મારી દેતા તેને ઈજાઓ પહોંચી હતી જયારે ગણેશ અને સંતોષ વસાવાએ પ્રકાશ વસાવા પકડી રાખી મનીયા વસાવાએ લાકડાના સપાટા વડે માર માર્યો હતો.તો અન્ય ઈસમોએ ધીક્કા પાટુનો માર માર્યો હતો.

જયારે સામે પક્ષના સોમાભાઈ કાનજી વસાવાએ વાલિયા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓના ભત્રીજાને ગામ બસ સ્ટેન્ડ પાસે ગામમાં રહેતો હસમુખ નટવર વસાવા,સાગર કનૈયા વસાવા,આકાશ સુધન વસાવા,અલ્પેશ ઉર્ફે કાલિયો વસાવા,કનૈયા બાધર વસાવા સહીત ૧૦ ઈસમોએ ઝઘડો કર્યો હતો જેને પગલે સોમાભાઈ પોતાની બાઈક લઇ ત્યાં પહોંચતા ત્યાં હાજર તમામએ તેઓને તારી દુકાન અહિયાંથી ખસેડી લેજે તને અમે ધંધો નહિ કરવા દઈએ તેમ કહી ઝઘડો કરી લાકડા સપાટા વડે માર માર્યો હતો ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને સારવાર દવાખાને વાલિયા લઇ જતા ત્યાં નટવર વસાવા,કનૈયા વસાવા સહિતના અન્ય પાંચ ઈસમો ઝઘડો કરી ત્યાં પણ માર માર્યો હતો મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: