Satya Tv News

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, તેમની સરકાર રાજ્યમાં 45થી 60 વર્ષની ઉંમરના અવિવાહિત લોકો માટે એક પેન્શન યોજના શરુ કરવાનો પ્લાન બનાવી રહી છે. કરનાલ જિલ્લાના કમલપુરા ગામમાં જન સંવાદ કાર્યક્રમ દરમ્યાન 60 વર્ષિય એક અવિવાહિત વ્યક્તિની પેન્શન સંબંધિત ફરિયાદનો જવાબ આપતા મનોહર લાલ ખટ્ટરે કહ્યું- રાજ્યમાં સરકાર ટૂંક સમયમાં અવિવાહિત લોકો માટે એક પેન્શન યોજના શરુ કરવાનો પ્લાન બનાવી રહી છે.

સરકાર એક મહિનાની અંદર આ યોજના પર નિર્ણય લેશે. જો કે, હજુ સુધી સત્તાવાર આંકડા નથી જાહેર કર્યા, પણ કહેવાય છે કે, ભાજપ સરકાર આ યોજનાથી રાજ્યના લગભગ બે લાખ લોકોને તેનો લાભ મળશે.

હરિયાણા સરકાર પહેલાથી જ રાજ્યના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, દિવ્યાંગો અને ટ્રાંસજેન્ડરોને પેન્શન આપતી રહી છે. કાર્યક્રમમાં સીએમ ખટ્ટરે વૃદ્ધાવસ્થા પેન્શનમાં 250 રૂપિયાનો વધારો કરીને તેને 3,000 રૂપિયા પ્રતિ મહિનો કરવાની ઘોષણા કરી છે. અવિવાહિતોને મળતા નવા પેન્શન યોજનાની રકમ વૃદ્ધાવસ્થા પેન્શન યોજના સમાન હોય શકે છે. જો કે, સરકારી અધિકારીઓએ હજુ સુધી સત્તાવાર આંકડાની પુષ્ટિ નથી કરી.

અવિવાહિતોને પેન્શન આપવાની ખટ્ટર સરકારની નવી પ્રસ્તાવિત યોજના આગામી વર્ષે 2024માં થનારી રાજ્ય વિધાનસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હરિયાણાના ખરાબ લિંગ-અનુપાતમાં સુધારના પ્રયાસ તરીકે પણ જોઈ શકાય છે. હરિયાણામાં હાલમાં લિંગાનુપાત 917 છે.

જ્યના અવિવાહિત પુરુષોને હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્ય પ્રદેશ, બિહાર, કેરલ, આસામ અને પશ્ચિમ બંગાળ જેવા અન્ય રાજ્યોની મહિલાઓની સાથે લગ્ન કરવા માટે મજબૂર કરે છે. આવી દુલ્હનોની સંખ્યા લગભગ 1.35 લાખ આંકવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં એવી મહિલાઓ પણ સામેલ છે, જેમને કથિત રીતે બીજા રાજ્યોમાંથી ખરીદવામાં આવી અને હરિયાણામં એકલ પુરુષો સાથે લગ્ન કરાવી દીધા.

error: