બનાસકાંઠા જિલ્લામાં દારુની ગાડીનો પીછો કરતી વખતે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના ધાનેરામાં કાર પલટી મારી જતા 3 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. પોલીસ જ્યારે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી રહી હતી, તે વખતે આ ઘટના બની હોવાની ચર્ચા ચાલી રહી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 3 પોલીસના બાતમીદારના મૃત્યુ થયા છે. જ્યારે અકસ્માતમાં 4 પોલીસકર્મીને ઈજા પહોંચી છે. કાર 3 દુકાનના શટર તોડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ચોરા પરબડીથી દારૂની ગાડીનો પીછો કરતી વખતે કાર પલટી મારી ગઈ હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.