Satya Tv News

મળતી માહિતી મુજબ બાપોદ વિસ્તારની ધનલક્ષ્મી સોસાયટીમાં વંદના સ્કૂલ પાસે એક ડ્રમમાં ત્યજેલુ બાળક મળી આવ્યુ હતુ. જો કે આ બાળક મૃત હાલતમાં જોવા મળ્યુ હતુ. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ મૃત બાળકનો કબ્જો લઇને વધુ તપાસ હાથ ધરી હતી.

સવારે 6 વાગ્યાની આસપાસ લોકોનું ટોળુ વળ્યુ હતુ. ત્યાં જઇને જોયુ કો ડ્રમમાં બાળક હતુ. તાજુ જન્મેલું બાળક લાગતુ હતુ. આ બાબતની પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી હતી અને બાળકનો કબ્જો મેળવ્યો હતો.

આ મામલે પોલીસે મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે નરેશભાઇ કહાર (રહે.ઘનલક્ષ્મી સોસાયટી) તેમના ઘરે હાજર હતા ત્યારે વંદના સ્કૂલની બાજુમાં આવેલ એક ડ્રમમાં ત્યજેલું બાળક મૃત હાલતમાં પડેલ હતુ. આ બાબતની જાણ હતા અમે આવી પહોંચ્યા હતા.

મહત્વનું છે કે પોલીસે બાળકનો કબ્જો લઇને વધુ તપાસ હાથ ધરી છે. આ નવજાત બાળકનો કોણ ક્યારે મૂકી ગયુ. મૃત હાલતમાં મૂકી ગયા કે પછી જીવતા બાળકને મૂકી ગયા અને બાદમાં મૃત પામ્યુ તે અંગે તપાસ ચાલી રહી છે.

error: