ડેડીયાપાડામાં વીજકંપનીની બેદરકારી
વીજ કરંટ લાગતા ભેંસનું મોત નિપજ્યું
માલિકને વળતરની કાર્યવાહીની માગ
ડેડીયાપાડા તાલુકાના ગડી ગામમાં વીજ કરંટ લાગતા ભેંસનું મોત નિપજ્યું છે અને બે દિવસથી ભારે વરસાદના કારણે વીજ થાંભલા પડી ગયા હતા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગડી ગામે વીજ કરંટ લાગવાના કારણે ભેંસનું મોત થયું છે, વરસાદમાં વીજ પોલ તૂટી પડતા ચાલુ લાઈન ના કારણે પશુપાલક વસાવા રમેશભાઈ બામણીયાભાઈ ને તેનું પશુ ગુમાવવાનો વારો આવ્યો છે, ગડી ગામે બે દિવસથી ભારે વરસાદના કારણે વીજ થાંભલા પડી ગયા હતા તેમજ ગ્રામજનોએ વીજ કંપનીને ફરિયાદ પણ કરી હોવા છતાં વરસાદના કારણે ચાલુ લાઈન બંધના કરવાથી ભેંસને કરંટ લાગવાથી મોત નીપજ્યું છે, જેથી ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને તેમણે આક્ષેપ કર્યો હતો કે જો ભેંસની જગ્યા પર કોઈ માણસ કે બાળકને પણ કરંટ લાગવાની સંભાવના હતી અને વીજ કંપનીની બેદરકારી સામે આવી છે અને 108 અને વીજ કંપની ને પણ જાણ કરવામાં આવી હતી જે બાદ વીજ કંપનીએ કાર્યવાહી હાથ ધરીને ચાલુ લાઈન બંધ કરી હતી અને પંચકેસની કામગીરી કરી હતી. વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેર પી.એસ.પટેલને જણાવતા તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે ગડી ગામ ખાતે વીજ પોલ તૂટી ગયો હતો અને ભેંસને અકસ્માતે કરંટ લાગતા ભેંસના મોત થવાથી વીજ કંપની દ્વારા તેના માલિકને વળતર મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે અને વરસાદ બંધ થાય એટલે તૂટેલા થાંભલા નું પણ સમારકામ કરાવાશે તેમ જણાવ્યું હતું.