ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક મહિલા રાત્રે તેના રૂમમાં તેના પાડોશી યુવક સાથે રોમાન્સ કરી રહી હતી. આ દરમિયાન મહિલાનો પતિ ત્યાં પહોંચી ગયો અને બંનેને વાંધાજનક હાલતમાં પકડી લીધા, આ જોઈને તેનો પિત્તો છટક્યો હતો અને તેણે બન્નેને ધોઈ નાખ્યાં હતા મહિલા અને તેના પ્રેમીની ચીસો સાંભળીને પાડોશીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. જે બાદ લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલા અને તેના પ્રેમીને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવી.
બરેલી જિલ્લાના નવાબગંજ વિસ્તારમાં એક પત્નીએ પતિની ગેરહાજરીમાં પડોશમાં રહેતા યુવકને પ્રેમ કરવા લાગી હતી. બાદમાં જ્યારે પતિને આ વાતની જાણ થઈ તો તેણે તેની પત્નીને તે યુવક સાથે મળવા પર પ્રતિબંધ લગાવી દીધો. પતિના ના પાડ્યા બાદ પણ પત્ની તેની પાડોશમાં રહેતા યુવકને ચોરીછૂપીથી મળતી હતી અને બંને પતિના મોબાઈલ પર ખાનગીમાં વાત કરતા હતા. ગત શનિવારે રાત્રે પતિ તેના રૂમમાં સૂતો હતો જ્યારે પત્ની બીજા માળે અન્ય રૂમમાં એકલી સૂતી હતી. મધ્યરાત્રિએ, પત્નીના રૂમમાંથી પુરુષનો અવાજ સાંભળીને પતિ જાગી ગયો. ત્યાર બાદ જ્યારે તે રૂમની નજીક પહોંચી અને દરવાજો ખોલ્યો તો તેને આશ્ચર્ય થયું. રૂમમાં પત્ની અને તેનો પ્રેમી વાંધાજનક સ્થિતિમાં પડ્યા હતા. બંનેને વાંધાજનક હાલતમાં જોઈને પતિ ગુસ્સે થઈ ગયો હતો. જે બાદ તેણે બંનેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. હંગામો સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં પહોંચી ગયા અને પોલીસને જાણ કરી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પત્ની અને તેના પ્રેમીને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવી. પોલીસ મથકે પહોંચ્યા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન માટે રવિવારે મોડી સાંજ સુધી પંચાયત ચાલુ રહી હતી, જોકે મામલો બન્યો ન હતો. આ બાબતે વિસ્તારના લોકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.
આ કિસ્સામાં એવો પણ ખુલાસો થયો છે કે આ બેના હજુ હમણાં જ લગ્ન થયાં હતા અને જેના થોડા સમયમાં વાઈફને પડોશી યુવાન ગમવા લાગ્યો હતો અને તેની સાથે સેક્સ સંબંધ પણ બાંધવા લાગી હતી. પતિ જ્યારે પણ બહાર હોય ત્યારે તે આ તકનો લાભ લેતી અને તેને ઘેર બોલાવીને હવસ સંતોષતી પરંતુ એક દિવસ પતિએ તેની આ બેવફાઈ પકડી હતી અને તેનું પાપ છાપરે ચઢીને પોકાર્યું હતું હવે પતિએ તેને છુટાછેડા આપવાની તૈયારી કરી હોવાનું જણાવાય છે.