ફાયર ટેન્ડરોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેતા હાશકારો
એક કામદાર ભાગવા જતા ઇજાગ્રસ્ત બન્યો
દહેજ GIDC માં આવેલ એક કંપનીના બોઇલર માં બ્લાસ્ટ થતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.દૂર દૂર સુધી ધુમાડા ના ગોટેગોટા નજરે પડ્યા હતા.ઘટના ને પગલે ફાયર ટેન્ડરો સ્થળ ઉપર પહોંચી પાણી નો મારો ચલાવી આગ કાબુમાં લેતા તંત્રએ રાહત અનુભવી હતી.એક કામદાર ભાગવા જતા ઇજાગ્રસ્ત બન્યો હતો
દહેજ ઉધોગ વિસ્તાર થી દેશ-વિદેશમાં પ્રચલિત બન્યો છે.ઉધોગ નગરી માં અકસ્માત ના નાના - મોટા બનાવો બનતા રહે છે.આજરોજ બપોર સમયે દહેજ GIDC માં આવેલ લુના કેમીકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના બોઇલર માં કોઈક કારણસર બ્લાસ્ટ થવા પામ્યો હતો.બ્લાસ્ટ ને પગલે ઉધોગ નગરી માં થોડા સમય માટે સન્નાટો વ્યાપી ગયો હતો.તો બીજી તરફ દૂર દૂર સુધી ધુમાડા ના ગોટેગોટા આકાશમાં નજરે પડ્યા હતા.આગ લાગવાની ઘટના ને લઈ ઉદ્યોગ નગરી ના ફાયર ટેન્ડરો સ્થળ ઉપર દોડી જઇ આગ હોલવવા નો પ્રયત્ન કર્યો હતો.આ લખાઈ રહ્યુ છે ત્યારે આગ કાબુ માં આવી હોવાની માહિતી સાંપડી છે.આગ લાગતા એક કામદાર ભાગવા જતા પડી જતા ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અન્ય કોઈ કામદારો ને જાનહાની નહિ થયા ની માહિતી પ્રાપ્ત થઈ છે.આગ ને પગલે કંપની ને ભારે આર્થિક નુકશાન થયાનું અનુમાન લગાવવા માં આવી રહ્યુ છે.આગ કાબુમાં આવી જતા ઉધોગ સત્તાધીશો અને વહીવટી તંત્ર એ હાશકારો અનુભવ્ય હતો.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.