Satya Tv News

ભરૂચ જીલ્લા બાગાયત ખાતા દ્વારા વાગરા તાલુકા માં બીરલા કોપર (હિન્દાલ્કો) કંપની ના સહયોગ થી ચાલતા SHG ગ્રુપો ની બહેનો ને મહિલા વૃતિકા ની તાલીમ આપવામાં આવી મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુ થી મહિલા વૃતિકા ની તાલીમ વાગરા ના વાહિયાલ ગામે આપવામાં આવી હતી.બિરલા કોપર અને પોચાભાઈ ફાઉન્ડેશન ના સયુંકત ઉપક્રમે યોજયેલ બે દિવસીય શિબિરનો SHP ની ૫૩ જેટલી બહેનોએ ભાગ લીધો હતો.જેમાં મરચાં નું અથાણું,પપૈયાની ટુટી ફૂટી,લીંબુ ની ચટણી,કેરીનો મુરબ્બો,આદુ અને ફુદીના નો રસ વિગેરે બનાવતા શીખવાડવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે બાગાયત વિભાગ ના ભાવિષાબેન અને નરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

ઝફર ગડીમલ,વાગરા.

error: