Satya Tv News

ડીસાના માલગઢ ગામના એક જ પરિવારના 7 લોકોએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે. આ કિસ્સામા મોટા ખુલાસા થયા છે. પરિવારના મુખી નબુભાઈ વાલ્મિકીએ પોતાની માતા સહિત 7 સભ્યોને લસ્સીમાં ઝેરી પ્રવાહી નાંખીને પીવડાવી દીધાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

હાલ યુવક તેની માતા તેમજ ત્રણ પુત્રો અને બે પુત્રીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યુવકની માતા અને એક પુત્રી અને એક પુત્રની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. જ્યારે યુવક અને તેના બે પુત્રો અને એક પુત્રીની પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલાની ગંભીરતા જોઈને બનાસકાંઠા એસપી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, યુવકની પત્ની એક મહિના પહેલા ગુજરી જતા યુવક સતત માનસિક તાણમાં રહેતો હતો. તેને પરિવારના સભ્યોને ઝેરી પ્રવાહી પીવડાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે.

error: