Satya Tv News

મુંબઇ ઘરેથી રિસાઇને મરીન ડ્રાઇવ આવી પહોંચેલી એક ૧૭ વર્ષની સગીરાને ફોસલાવી તેને મલબાર હિલ સ્થિત ઘરે લઇ જઇ તેના પર બળાત્કાર ગુજારવાના આરોપસર પોલીસે ૨૯ વર્ષના એક એન્જિનિયરની ધરપકડ કરી હતી. આ ઘટના ૨૪ જૂનના રોજ બની હતી પણ ૧ જુલાઇના પીડિતાના પેટ અને ગુપ્તભાગમાં અસહ્ય દુખાવો ઉપડતા તેણે આ બાબતની જાણ પરિવાર જનોને કરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી.

આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર સગીરા અને આરોપી બન્ને એક બીજાથી સાવ અપરિચિત હતા. મધ્ય મુંબઇમાં રહેતી પીડિતાને ૨૩ જુનના તેની માતાએ અમૂક કારણસર ઠપકો આપતા તે રિસાઇને ગુસ્સામાં રાત્રે ૧૦ વાગ્યે ઘર છોડીને ચાલી નિકળી હતી.

આ તરફ તેના પરિવારજનોએ તેનો સંપર્દ કરવાનો પ્રયત્ન કરતા તેણે કોઇના ફોનનો જવાબ આપ્યો નહોતો. પીડિતાના પરિવારજનોએ તેના મિત્રોનો સંપર્ક કરી તેને શોધી કાઢવાની વિનંતિ કરી હતી. જોકે સગીરાનો કોઇ સંપર્ક ન થતા અંતે આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ સમય દરમ્યાન સગીરાના મિત્રોએ તેની માતાને ફોન કરી સગીરા મરિન ડ્રાઇવ પર હોઇ તેઓ તેને પાછી લઇ આવી રહ્યા હોવાનું કહ્યું હતું અને તેને ઘરે લઇ આવ્યા હતા.

આ ઘટનાના થોડા દિવસ બાદ સગીરાને પેટમાં અને ગુપ્તભાગમાં અસહ્ય દુખાવો ઉપડયો હતો. આ બાબતે તેની માતાએ વધુ પૂછપરછ કરતા સગીરાએ હકિકાત જણાવી હતી. સગીરાએ કહ્યું હતું કે તે ઘરેથી ભાગી ગયા બાદ મરિન ડ્રાઇવના પ્રોમેનેડ પર રડતી બેઠી હતી ત્યારે એક અજાણી વ્યક્તિ તેની પાસે આવી હતી અને તેને સાંત્વન આપી તેનો વિશ્વાસ જીત્યો હતો. દરમ્યાન સગીરાના મિત્રોએ તેનો સંપર્ક કર્યો અને તેને પાછા ઘરે લઇ આવ્યા હતા. આ ઘટના બાદ બીજા દિવસે અજાણી વ્યક્તિએ સગીરાનફોન કર્યોહતો અને મળવા બોલાવી હતી. અહીં આ વ્યક્તિ તેને ફોસલાવીને તેના મલબાર હિલના ઘરે લઇ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટનાનું તેણે રેકોર્ડીગ પણ કરી લીધુ હતું. ત્યાર બાદ આ વીડિયોનો ડર બતાવી આરોપીએ વચ્ચેના સમયમાં સગીરા પર અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ વીડિયો આરોપી વાયરલ કરી દેશે તેવા ડરથી સગીરાએ આ વાતની જાણ કોઇને કરી નહોતી.

આ બાબતે મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં શનિવારે ફરિયાદ કરવામાં આવતા પોલીસે અપહરણ, સ્ટોકિંગ અને બળાત્કાર અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

error: