વડોદરા પાસે એક ઉંદરને કારણે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનને 14 મિનિટ અટકાવી હતી. વરણામા ઇટોલા વચ્ચે ચાલુ ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ વાગ્યું હતું. ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ વાગતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. તંત્ર દ્વારા તપાસ કરતા માલૂમ પડ્યુ કે, એક ઉંદરના કારણે શોર્ટ સર્કિટ થયુ હતું. આખરે ટ્રેનમાં સ્પ્રિંકલર ચાલુ થાય એ પેહલા જ ધુમાડાને અટકાવી દેવાયો હતો. આખરે 14 મિનિટ બાદ ટ્રેન ને રવાના કરાતા હાશકારો. .
વૈષ્ણોદેવીથી બાંદ્રા જતી ટ્રેનમાં આ વિચિત્ર ઘટના બની હતી.
આ બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે, ઈલેક્ટ્રિક એટેન્ડન્ટે બાથરૂમ પાસે આવેલી સર્કિટ પાસે ધુમાડો થયા એલાર્મ વાગ્યું હતું. જેમાં જોયુ તો એક ઉંદર સર્કિટ પાસે ચોંટી ગયો હતો. ઉંદરનું મોત થવાથી ધુમાડાને કારણે એલાર્મ વાગ્યો હતો. આમ, ઉંદરને હટાવી લેવાતા રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
એક ઉંદરને કારણે લગભગ 14 મિનિટ સુધી ટ્રેન વરણામા-ઈટોલા વચ્ચે અટકી હતી.