Satya Tv News

https://fb.watch/lFkEXcxS8z/?mibextid=Nif5oz

અંભેટા ના અનેક લોકોને ગેસ ની અસર થવા પામી

GPCB અને માલતદાર ની ટીમ ઘટના સ્થળે પહોંચી

આરોગ્ય વિભાગ ને ઘટના સ્થળે પહોંચી અસરગ્રસ્ત લોકોની સારવાર માટે સૂચના અપાઈ

દહેજ ઇન્ડસ્ટ્રીઝ માં આવેલ સ્ટર્લિંગ ઔક્ઝિલરી કંપનીમાં ગેસ ગળતર ની ઘટના બનવા પામી હતી.અંભેટા ગામના અનેક લોકોને ગેસ ની અસર થતા ખાંસી અને ગળામાં બળતરા થતા હોવાની માહિતી સાંપડી છે.ઘટના ને પગલે આરોગ્ય વિભાગ તેમજ GPCB ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

દહેજ ઇન્ડસ્ટ્રીઝ માં અકસ્માતો થમવાનું નામ નથી લેતુ.હજુ થોડાક દિવસ અગાઉ લુના કેમીકલ ના બોઇલર માં બ્લાસ્ટ થયા ની ઘટના સામે આવી હતી.ત્યાંજ આજરોજ રાત્રીના દશ વાગ્યા ની આસપાસ અંભેટા અને જાગેશ્વર ગામની વચ્ચે આવેલ સ્ટર્લિંગ ઔક્ઝિલરી કંપની માં ગેસ લીકેજ થતા કંપની સંકુલમાં અફરાતફરી મચી જવા પામી હતી.ગેસ ગળતર ને પગલે અંભેટા ગામના અનેક લોકોને ગળામાં બળતરા તેમજ ખાંસી ની સમસ્યા ઉદ્દભવી હોવાની માહિતી સાંપડી છે.સુત્રોની માહિતી મુજબ સલ્ફર ટ્રાયઓક્સાઇડ કંપની માં (So3)લીકેજ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.જો સલ્ફર ટ્રાયઓક્સાઇડ લીકેજ થયો હોય તો તેના સંપર્કમાં આવવાથી માથાનો દુખાવો,ચક્કર,ઉબકા અને ઉલ્ટી થઈ શકે છે.બનાવ ને પગલે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ ને ઘટના સ્થળે પહોંચી અસરગ્રસ્ત લોકોની સારવાર આપવા સૂચના અપાઈ હતી.જ્યારે ગેસ ગળતર ને લઈ GPCB ની ટીમ પણ દોડતી થઈ હતી.આ લખાઈ રહ્યુ છે ત્યારે કોઈક જાનહાની નહિ થયા ની માહિતી સાંપડી છે.

error: