અજિત પવાર અને શરદ પવાર જૂથમાં ધારાસભ્યોનું ‘આયારામ-ગયારામ’ ચાલુ, વધુ એક ધારાસભ્ય અજિતના જૂથમાંથી શરદ પવારના જૂથમાં પાછા ફર્યા
મહારાષ્ટ્રનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલ ગજગ્રાહ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અજિત પવાર અને શરદ પવાર જૂથમાં ધારાસભ્યોનું ‘આયારામ-ગયારામ’ ચાલુ છે. હવે વધુ એક ધારાસભ્ય અજિત પવારના જૂથમાંથી વરિષ્ઠ પવારના જૂથમાં પાછા ફર્યા છે. માર્કંડ જાધવ પાટીલ ત્રીજા ધારાસભ્ય છે જેમણે એક અઠવાડિયામાં અજિત પવારનો પક્ષ છોડી દીધો છે. તેમના પહેલા રામરાજે નાઈક-નિમ્બાલકર અને દીપક ચવ્હાણ ભત્રીજાના જૂથમાંથી કાકા કેમ્પમાં પાછા ફર્યા છે.
