બંગાળ હિંસામાં અત્યાર સુધીમાં 20 લોકો માર્યા ગયા છે. જે બાદ આજે પુન: મતદાન યોજાઈ રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ તો એ છે કે ચૂંટણી દરમિયાન હિંસા થઈ રહી હતી. પિસ્તોલો પણ ચાલી રહી હતી, તો પોલીસ ક્યાં હતી અને રાજ્યમાં આટલા બોમ્બ અને હથિયારો આવ્યા ક્યાંથી ?
બીરભૂમ બગતોઈની ઘટના બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પોલીસ અધિકારીઓને રાજ્યમાં તમામ ગેરકાયદેસર હથિયારો અને બોમ્બને તાત્કાલિક જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશને 15 મહિના વીતી ગયા છે. સવાલ ઊભો થયો કે શું.?પોલીસ હથિયારો અને બોમ્બ કબજે કરવામાં નિષ્ફળ રહી છે. પોલીસની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠી રહ્યા છે.