Satya Tv News

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ભટવાડી વિસ્તારમાં ગંગનાનીમાં ભારે વરસાદ દરમિયાન થયેલા ભૂસ્ખલનના કાટમાળ નીચે ત્રણ વાહનો દટાઈ ગયા હતા, જેમાં સવાર મધ્યપ્રદેશના ચાર યાત્રાળુઓના મોત થયા હતા. ભટવાડીના ઉપ-કલેક્ટર ચતરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંગનાની પુલ પાસે પહાડ પરથી ભૂસ્ખલન અને પથ્થરો પડતાં ત્રણ પેસેન્જર વાહનો કાટમાળ નીચે દટાઇ ગયા હતા.

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, જીલ્લા વહીવટીતંત્ર અને SDRF દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.” તેમણે કહ્યું, “હું ભગવાનને દિગવત આત્માઓને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. હું તમામ ઈશ્વરભક્ત લોકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરું છું.

error: