એ.બી.જી. કંપની સામે જાગેશ્વર ના લેન્ડલુઝર આંદોલન કરે તે પહેલા જ આંદોલનકારી ઓ ના ઘરે પોલીસ ખડકી દેવાઈ
“જયેશ” નામના પોલીસ કર્મીએ આંદોલન ના પ્રણેતા અર્જુનભાઇ નો ફોન હસ્તગત કરી સ્વિચ ઓફ કરી દીધા નો આક્ષેપ
દહેજ ની એ.બી.જી.શિપયાર્ડ કંપની માંથી સ્થાનિક લેન્ડલુઝર્સ ને નોકરી માંથી છુટા કરવામાં આવતા તેમણે તંત્ર પાસે કંપની સમક્ષ ધરણા પ્રદર્શન કરવા પરવાનગી માંગી હતી.અને આજરોજ આંદોલન ના મંડાણ થાય તે પહેલાં જ વહેલી સવાર થી જ આંદોલનકારી ઓ સહિત મુખ્ય આગેવાનો ના ઘરે પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.ધરણા પ્રદર્શન માટે મંજૂરી માગનાર અર્જુનભાઇ મોહનભાઇ પટેલ ને માહિતી મેળવવા તેઓ નો મોબાઈલ પર સંપર્ક સાધતા આ વાત ની જાણ બંદોસ્તમાં ઉભેલા “જયેશ” નામના પોલીસ કોન્સ્ટેબલ ને થતા પ્રથમ તો ઉક્ત પોલીસ કર્મીએ અર્જુન ભાઈ ને પત્રકાર સાથે વાત કરવાની મનાઈ કરી હતી. ત્યારબાદ અર્જુનભાઇ નો મોબાઈલ તેઓની પાસે થી છીનવી લઇ સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યુ હોવાની માહિતી સાંપડી છે.નોંધનીય છે કે પોલીસ દ્વારા આંદોલન કારીઓ સાથે તાનાશાહી ભર્યું વલણ દાખવવામાં આવ્યુ હોવાની બુમો જાગેશ્વર ના આંદોલકરીઓ માંથી ઉઠવા પામી છે.લોકશાહી રાષ્ટ્ર માં લોકશાહી ઢબે આંદોલન કરતા અટકાવવા માટે જાગેશ્વર ગામે પોલીસ ના ઘાડે ધાડા ઉતારી દેવામાં આવતા જાગેશ્વર ના ગ્રામજનો માં દહેશત પ્રવર્તી જવા પામી હતી.વહેલી સવાર થી જ દહેજ પોલીસ ઉપરાંત સાદા ડ્રેસ માં એલ.સી.બી. સહિત જિલ્લા ના વિવિધ વિભાગો ના પોલીસ જવાનો ને જાગેશ્વર ગામે ગોઠવી દેવામાં આવ્યા હતા.જો કે પોલીસ બંદોબસ્ત વચ્ચે જાગેશ્વર ના પુરુષો ને પોલીસ દ્વારા ડિટેન્શનમાં રખાતા હવે મહિલાઓ એ મોરચો સંભાળ્યો છે.જાગેશ્વર ની મહિલાઓએ રસ્તા પર બેસી જઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી-વાગરા.