રાજસ્થાનના અલવર જિલ્લાના રામગઢમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના ઓડેલા ગામમાં એક શખ્સનો અજીબ ગુસ્સો સામે આવ્યો છે. આ શખ્સ પોતાની પત્નીને પિયર મોકલવાથી એટલો નારાજ હતો કે, તેણે પોતાનું ઘર ફુંકી માર્યું હતું. એટલું જ નહીં ગુસ્સે થયેલા આ શખ્સે પોતાના પિતા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દીકરાનું આક્રમક સ્વરુપ જોઈને પીડિત પિતા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પોલીસને પોતાની વ્યથા જણાવી હતી.
શહઝાદના જણાવ્યા અનુાર, તેની બે પુત્રવધુ સગી બહેનો છે. તેના એકના એક ભાઈના 9 જુલાઈએ લગ્ન હતા.બંને બહેનો પોતાના એકના એક ભાઈને લગ્નમાં પિયર જવા માગતી હતી. પણ અઝરુદીને પોતાની પત્નીને મોકલવા માગતો નહોતો. તેથી તે ગાડીને પાછળ ગયો. આ દરમ્યાન પરિવારે નાની વહુને પણ પિયર મોકલી દીધી. તેનાથી અઝરુદ્દીનનો પિત્તો ગયો. તે સોમવારે અડધી રાતે પેટ્રોલ, દેસી કટ્ટા અને કુહાડી લઈને ઘરે પહોંચ્યો, તેણે પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી.હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.