.વડોદરા શહેરના એમ.એસ.યુનિવર્સિટીમાં છેલ્લા પચ્ચીસ વર્ષોથી ફરજ બજાવતા આઠસો જેટલા હંગામી કર્મચારીઓ ને કાયમી ન કરતાં આજે હેડ ઓફીસ ખાતે રામધૂન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુંશહેરની ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા ના સત્તાધીશો ધ્વારા વર્ષોથી હંગામી ધોરણે ફરજ બજાવતા બિન-શૈક્ષણિક કર્મચારીઓને આઉટ સોર્સિંગ એજન્સીમાં સમાવવાના કરેલ મનસ્વી નિર્ણય સામે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છેતારીખ 08-06-2023ના રોજ “GM PORTAL ઉપર બહાર પાડેલ. આઉટસોર્સિંગ એજન્સી માટે બહાર પાડેલ ટેન્ડર (NS, GEM /2023 / B 354488 Dated 08-06-2023) ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ના તમામ માન્ય સંગઠન ધ્વારા રચાયેલ “મી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી મહાસંઘ ધ્વારા વિરોધ નોંધાવી વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ આપેલ અને આ મહાઆંદોલનને ૧) BUTA) મહારાજા સયાજીરાવ શૈક્ષણિક સંઘ 3) TTFX) ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ૫) ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ ) વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મયારીદ્વારા ટેકો આપવામાં આવેલ.યુનિવર્સિટી દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી આઉટસોર્સિંગ કરવામાં આવ્યું છે જેના વિરોધમાં તથા છેલ્લા પચ્ચીસ વર્ષોથી વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા મહિલા તથા પુરુષ હંગામી કર્મચારીઓ ને કાયમી કરવામાં નથી આવ્યા જેને લ ઇને હંગામી કર્મચારીઓ દ્વારા વારંવાર આંદોલન સાથે રજૂઆત કરવામાં આવી રહી છે અને યુનિવર્સિટીમાં કોમન એક્ટ આવે તેની આશા સાથે કર્મચારીઓ એ આજે યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે રામધૂન સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.