Satya Tv News

મુંબઈ પોલીસે હાઈપ્રોફાઈલ હની ટ્રેપનો કેસ ઉકેલીને ચાર્જશીટ ફાઈલ કરી છે. ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર 64 વર્ષીય ચીની બિઝનેસમેન પર મુંબઇની એક ફાઇવ સ્ટાર હોટલમાં યૌન શોષણનો પ્રયાસ કરવાનો આરોપ લગાવનારી એક મહિલાએ દાવો કર્યો હતો કે યૌન શૌષણના પ્રયાસોનો વિરોધ કરતી વખતે તેને ઇજા થઇ હતી. દોઢ વર્ષ બાદ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક ચાર્જશીટમાં એવો દાવો કર્યો છે કે, કથિત મહિલાએ જાતીય સતામણીના પ્રયાસ દરમિયાન પ્રતિકાર કરતાં પોતે ઇજાગ્રસ્ત થયાનું નાટક કર્યું હતું અને તેના હાથ પરના લોહીના ડાઘા ચિકનના લોહીના હતા. ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું છે કે, મોનિકા ભગવાન ઉર્ફે દેવ ચૌધરી નામની આ મહિલાએ વેપારીને ફસાવવા માટે તેના ત્રણ સાગરિતો સાથે હની ટ્રેપ ગેમ રમી હતી અને વેપારી પાસેથી ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ સિટી પોલીસના યુનિટે ગયા અઠવાડિયે મોનિકા ચૌધરી અને તેના ત્રણ સાથીઓ – અનિલ ચૌધરી ઉર્ફે આકાશ, લુબના વઝીર ઉર્ફે સપના – એક ફેશન ડિઝાઇનર અને જ્વેલર મનીષ સોડી સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

error: