Satya Tv News

કોંગ્રેસ પાર્ટીના નેતા નવજોત સિંહ સિદ્ધુને પટિયાલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રોડ રેજ કેસમાં સિદ્ધુને 1 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ છેલ્લા 10 મહિનાથી પટિયાલા જેલમાં સજા કાપી રહ્યા હતા. રોડ રેજ કેસમાં તેમને એક વર્ષની સજા થઈ હતી. પરંતુ આજે તેમની સજા પૂરી થવાના 48 દિવસ પહેલા જ તેમને મુક્ત કરવામાં આવ્યા છે. જેલની બહાર મોટી સંખ્યામાં સિદ્ધુના સમર્થકો ઢોલ સાથે હાજર હતા. સિદ્ધુની મુક્તિની માહિતી શુક્રવારે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આપવામાં આવી હતી.

જેલમાંથી બહાર આવતાની સાથે જ નવજોત સિંહ સિદ્ધુએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દેશમાં લોકશાહી નામની કોઈ વસ્તુ બાકી નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારને પડકારતાં સિદ્ધુએ કહ્યું કે જો તમે પંજાબને નબળું પાડવાની કોશિશ કરશો તો તમે પોતે જ નબળા થઈ જશો. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે રોડ રેજના એક કેસમાં સિદ્ધુને 1 વર્ષની સજા સંભળાવી હતી. સિદ્ધુ સજાની મુદત પૂરી થયાના 10 મહિના પહેલા જ મુક્ત થઈ ચૂક્યો છે.

error: