અમદાવાદ-રાજકોટ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ જાંખડના પાટિયા પાસે અજાણ્યા વાહને કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક સાથે બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા.
સુરેન્દ્રનગર પંથકના જાંખડના પાટિયા પાસે અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારમાં બેઠેલા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી.
આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.