મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું અને આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. 25થી વધુ ઘર આ લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવ્યા છે. લગભગ 100 લોકો ફસાયેલા હોવાની માહિતી સામે આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે 15 લોકોને અત્યાર સુધીમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પહાડી વિસ્તાર હોવાના કારણે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં ને મુશ્કેલી પડી રહી છે. મહારાષ્ટ્રના રાયગઢમાં બુધવારે ખુબ ભારે વરસાદ પડ્યો અને રસ્તાઓ જાણે તળાવ બની ગયા. પાતાળગંગા નદી નજીકના આપટા ગામનો સંપર્ક તૂટી ચૂક્યો છે. અહીં રસ્તાઓ પર ચાર ફૂટથી વધુ પાણી ભરાયેલા છે.
પૂરના પાણીનું સ્તર અહીં સતત વધી રહ્યું છે. જે એ વાતને જણાવી રહ્યું છે કે ગામવાળાઓને મુશ્કેલીઓ ઓછી થવાની નથી પરંતુ વધવાની છે. બીજી મુશ્કેલી એ પણ છે કે હવામાન વિભાગે રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કરતા આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે.