Satya Tv News

મુંબઇ મહારાષ્ટ્રના સાતારામાં આજે સવારે ઘરમાંથી વૃદ્ધ પતિ, પત્ની અને તેમના પુત્ર, પુત્રીના મૃતદેહ મળી આવતા ચકચાર જાગી હતી. મૃતકના શરીર પર ઇજાના નિશાન નહોતા. તેમની પાસેથી સ્યુસાઇડ નોટ મળી નથી. આ ચાર જણ મોતનું ચોક્કસ કારણ પોલીસ પ્રાથમિક તપાસમાં જાણી શકી નહોતી. મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ આદરી છે.

થોડા દિવસથી વૃદ્ધ આનંદા બીમાર હતા. તેઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. ગઇકાલે સાંજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘરે જ તેમને ઓફિસજનની સુવિધા આપવામાં આવી હતી. તેમણે લાઇંટ ન હોવાથી જનરેટરની વ્યવસ્થા કરી હતી.
બીમાર આનંદા જાધવ સાથે પત્ની, પુત્ર, પુત્રી ઘરમાં હતા. પુષ્પલતાના પૌત્રએ ગઇકાલે રાતે ફોન કરીને આનંદાની તબીયતની પુછપરછ કરી હતી.
આજે સવારે ફરી ફોન કર્યો હતો. પરંતુ કોઇ ફોન પર જવાબ આપતું નહોતું. આથી પાડોશીનો સંપર્ક કરી ઘરે તપાસ કરવા કહ્યું હતું.

ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. છેવટે દરવાજાની કડી તોડીને અંદર તપાસ કરતા ચાર જણ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. બાદમાં પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.
ઢેબે વાડી પોલીસ સ્ટેશનના એપીઆઇ ચૌધરીએ કહ્યું હતું કે મૃતકના પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે. મૃતક પાસેથી કોઇ ચીઠ્ઠી મલી નથી. આમ તેમના મોતને લઇને જાતજાતની ચર્ચા થઇ રહી છે.

error: