Satya Tv News

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ફરી એકવાર KBCના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા છે.દર વર્ષે જ્યારે કેબીસી સમાપ્ત થાય છે, ત્યારે દરેકના મનમાં પ્રશ્ન રહે છે કે શું અમિતાભ બચ્ચન આગામી સિઝનનો ભાગ બનશે કે નહીં. અમિતાભ પોતે પણ આમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા હોય તેવું લાગતું નથી. પરંતુ બિગ બીના ફેન્સ માટે સારા સમાચાર છે. અભિનેતા ફરી એકવાર KBC સાથે જોડાયા છે અને તેણે 15મી સીઝનનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તાજેતરમાં અભિનેતાએ કેબીસીના સેટ પરથી તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

ફોટો શેર કરવાની સાથે તેમણે લખ્યું- હું KBC માટે વારંવાર રિહર્સલ કરી રહ્યો છું. તેણે બીજી એક તસવીર શેર કરી. જેમાં KBCના લોગોની સાથે તેનો પડછાયો પણ દેખાઈ રહ્યો હતો. તેણે ફોટો સાથે લખ્યું- KBC. આ સિવાય તેણે કહ્યું કે- મેં KBC પર કામ શરૂ કર્યું છે. ચાહકો પણ અમિતાભ બચ્ચનને ફરી આવકારતા જોવા મળી રહ્યા છે. બિગ બી લાંબા સમયથી આ શો સાથે જોડાયેલા છે. દેશભરના દર્શકો આ શોને પસંદ કરે છે અને દર વર્ષે તેઓ માત્ર બિગ બીના આ શોની રાહ જુએ છે.

error: