Satya Tv News

વાગરા તાલુકા ના પખાજણ ગામે GPCB દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને મલ્ટી પ્રોડક્ટની લોક સુનાવણી યોજાઈ હતી.જેમાં અસરગ્રસ્ત ખેડૂતો એ ભવિષ્યમાં ઉભા થનાર પ્રાણ પ્રશ્નોની અસરકારક રજુઆત કરી હતી.વહીવટી તંત્ર એ કેટલાક પ્રશ્નો ના જવાબ નીતિ વિષયક હોવાનું કહી ઉત્તર આપવાનું ટાળ્યુ હતુ.પોતાના સવાલો ના સંતોષકારક ઉત્તર ન મળતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળ્યો હતો.વાગરા પંથક માં દહેજ,સાયખાં,વિલાયત ઇન્ડસ્ટ્રીઝ ઝોન તરીકે વિખ્યાત થયુ છે.ત્યાં જ હવે પખાજણ,અંભેલ તેમજ લીમડીમાં પણ નવા સેઝ ની સ્થાપના થવા જઈ રહી છે.જેના ભાગરૂપે પખાજણ ગામે GPCB દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને મલ્ટી પ્રોડક્ટની લોક સુનાવણી યોજાઈ હતી.


જેમાં આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો.લોક સુનાવણી નિવાસી અધિક કલેકટર એન.આર. ધાંધલ ની અધ્યક્ષતા માં યોજાઈ હતી.જેનું સંચાલન જી.પી.સી.બી ના પ્રાદેશિક અધિકારી માર્ગી બેન પટેલે કર્યું હતું.લોક સુનાવણી માં હાજરજનો એ તેમને અસર કરતા પ્રાણ પ્રશ્નોની અસરકારક રજુઆત કરી હતી.જેમાના મોટાભાગના પ્રાણ પ્રશ્નો ના વહીવટી તંત્ર એ નીતિ વિષયક હોવાનું જણાવી જવાબ આપવાનું ટાળ્યુ હતુ. એક તબક્કે કિસાન સંઘ ગુજરાત ના હોદ્દેદાર અને દહેજ ના વતની ને બોલવા નહિ દેવાતા મામલો ગરમાયો હતો.જો કે તેમની ખેડૂતોને નડતી સમસ્યાઓ ના નિરાકરણ અર્થે લેખિતમાં આપેલ સૂચનો સ્વીકારવામાં આવ્યા હતા.લોક સુનાવણી માં લેન્ડલુઝર્સ નો પ્રશ્ન પુનઃ જાગ્યો હતો.જેમાં ઉપસ્થિત વિભાગના લોકો સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા.આ તબક્કે પ્રદુષણ,પર્યાવરણ ની જાળવણી,CSR અને CER ફંડ,ઔધીયોગિક અકસ્માત ને લઈ સ્થળાંતર નો મુદ્દો,અદ્યતન હોસ્પિટલ બનાવવા ની વાત તેમજ સ્કૂલ બનાવવા, ઉદ્યોગિક તાલીમ સંસ્થા બનાવવા ઉપરાંત પ્રદુષણ ને લઈ ખેડૂતો ને થતા નુકશાની નો મુદ્દો ઉઠાવવા માં આવ્યો હતો.વધુ માં ઇન્ડસ્ટ્રીઝ આવવા સાથે ચોમાસા ના પાણી ના નિકાલ જેવા અનેક મુંઝવતા પ્રશ્નો જાગૃત લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા.


સેઝ ની લોક સુનાવણી માં GPCB પ્રાદેશિ અધિકારી,GIDC અને સેઝના અધિકારીઓ તેમજ અન્ય વહીવટી વિભાગ ના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: