Satya Tv News

એક પાકિસ્તાની વ્યક્તિ એક મિસ્ડ કોલ દ્વારા શરૂ થયેલ પ્રેમને કારણે ખરેખર સરહદ પાર કરીને ભારત પહોંચ્યો હતો. હાલમાં તે નકલી દસ્તાવેજોના કારણે કાનૂની અડચણોનો સામનો કરી રહ્યો છે. શું છે આખી વાત ચાલો એ વિશે જાણીએ..

વાત આંધ્ર પ્રદેશના નંદ્યાલ જિલ્લાની છે અને આ કહાનીના પાત્રો પાકિસ્તાનના ગુલઝાર અને ભારતના દૌલત બી છે. મહત્વની વાત એ છે કે આ કહાની 13 વર્ષ પહેલા શરૂ થઈ હતી. વર્ષ 2010માં જ્યારે દૌલત બી ફોનમાં મિસ્ડ કોલ જોઈને પરત કોલ કર્યો ત્યારે તાર પાડોશી દેશના ગુલઝાર સાથે જોડાયેલા હતા. એ બાદ ફોનથી જ બંનેની ઓળખાણ શરૂ થઈ અને માત્ર એક મિસ્ડ કોલથી લાંબી વાતચીત સુધીની સફર પંહોચી. વાત અંતે પ્રેમમાં પરિણમી અને ગુલઝારે સરહદ પાર કરવાનો નિર્ણય લીધો.

એક મીડિયા રિપોર્ટ અનુસાર ગુલઝાર દુબઈ થઈને ભારતમાં પ્રવેશ્યા અને દૌલત બીએ તેને પરિવારની સામે આવી ગયો. અહીંથી સંબંધો પર મહોર લાગી અને બંનેએ લગ્ન કરી લીધા.એટલું જ નહીં ગુલઝારે પોતાના અને તેના ચાર બાળકોના આધાર કાર્ડ પણ બનાવડાવ્યા હતા .લગ્ન પછી જ્યાં દોલત બી મજૂરી કામ કરતી ત્યાં રહીને ગુલઝારે પેઇન્ટિંગનું કામ શરૂ કર્યું.

રિપોર્ટ અનુસાર આ દરમિયાન ગુલઝારે પાકિસ્તાન જવાનું વિચાર્યું અને એરપોર્ટ પહોંચ્યા. જ્યારે અહીં દસ્તાવેજો બતાવવામાં આવ્યા ત્યારે તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો. તપાસ થઈ અને વર્ષો પછી ગુલઝારના પાકિસ્તાની હોવાનું રહસ્ય ખુલ્યું. આ સાથે ગુલઝાર છેતરપિંડી, પાસપોર્ટ એક્ટ સહિતના અનેક મામલામાં ઘેરાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલે ગુરુવારે જ નિર્ણય આવવાનો છે.

error: