મણીપુરમાં બનેલી શરમજનક ઘટનાના વિરોધમાં સુરતના અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ અર્ધનગ્ન થઈ આવેલા સ્વાભિમાન સંગઠનના કાર્યકરો દેખાવ અને વિરોધ નોંધાવે તે પહેલાં પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા અટકાયત કરાયેલા તમામ લોકોએ મણીપુરની ઘટનાના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્વાભિમાન સંગઠનના કાર્યકરોએ આરોપીઓ વિરૂદ્ધ કડક સજાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો
મણીપુરમાં આદિવાસી બે મહિલાઓ જોડે બનેલી દુઃખદ અને શરમજનક ઘટનાએ સમગ્ર દેશમાં ભારે હાહાકાર મચાવ્યો છે. જ્યાં મણિપુરની ઘટનાના સુરતમાં પણ ઘેરાં પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં સ્વાભિમાન સંગઠનના કાર્યકરો દ્વારા અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ વિરોધ અને દેખાવ કરે તે પહેલાં પોલીસે તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.