Satya Tv News

અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વાયરલ થયેલ ઓડિયોમાં અકસ્માત મુદ્દે પ્રજ્ઞેશ પટેલનો બેફામ વાણી વિલાસ સામે આવ્યો છે. મહત્વનું છે કે, દિકરાની કરતૂતનો પ્રજ્ઞેશ પટેલને કોઈ અફસોસ નથી તેવું સામે આવ્યું છે.

આ ક્લિપમાં 9 લોકોનાં જીવ લેનાર દિકરાને પ્રજ્ઞેશ પટેલ છાવરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઓડિયો ક્લિપમાં તે કહે છે કે, 20 વર્ષના છોકરાથી અકસ્માત થાય ‘આજીવન કંઇ જ નહીં થાય, god bless બધાને, આવું તો ઠોકાય હવે, ગાડી તો ઠોકાય જ ને, 19-20 વર્ષના છોકરાઓ છે, કોઇક દિવસ થઇ જાય હવે, એમાં બહુ ટેન્શન નહીં કરવાનું, હવે એને માપમાં રાખવાના એ મારી રીતે હું રાખી દઇશ’

error: