વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ
૨૦૦વર્ષ જુના કૈલાસપતિ વૃક્ષનું વૃક્ષારોપણ કરાયું
વૃક્ષારોપણના કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો ઉપસ્થિત
અંકલેશ્વરની એસ.વી.ઈ.એમ શાળા તરફ જવાના માર્ગ ઉપર માં રેસીડેન્સી સામેના ખેતરમાં ૨૦૦ વર્ષ જુના કૈલાસપતિ વૃક્ષના બીજનું વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે રોપણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરના દીવા રોડ ઉપર ૨૦૦ વર્ષ જુના કૈલાશપતિ વૃક્ષ આવેલ છે.જે ભાગ્યે જ અંકલેશ્વરના નાગરિકો જાણતા હશે તેવામાં આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થા આ વૃક્ષના જતન અને તેના વધુ છોડ થાય તે માટે કૈલાસપતિ વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ વૃક્ષમાંથી થતા ફૂલો સુંદર અને આકર્ષણ પૂરું પાડવા સાથે શિવલિંગ જેવા આકારમાં જોવા મળે છે.આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં સંસ્થાના અમિત રાણા,સંસ્કારધામના રાજેન્દ્ર પ્રજાપતિ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર