કોરીયામાં હાલમાં જ વિશ્વ જૂનિયર ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ભારતીય શુટરોએ કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમના ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કરતા મેડલની વણઝાર લગાવી દીધી હતી. મેડલ મેળવવાને લઈ ટીમ ખૂબ ચર્ચાઓમાં છવાઈ છે. જોકે આ દરમિયાન એક અલગ જ વિવાદે ચર્ચા જગાવી દીધી છે. વાત એમ છે કે, કોરીયામાં ભારતીય ટીમ જે હોટલમાં રોકાઈ હતી, ત્યાં એક મહિલા ખેલાડી સાથી પુરુષ શુટરના રુમમાં પહોંચી ગઈ હોવાની ચર્ચા થઈ છે. હોટલના નિયમ તોડવાને લઈ આ વિવાદ ચર્ચામાં આવ્યો છે.
હોટલ દ્વારા ટીમ ઈન્ડિયાના અધિકારીઓને આ અંગેની ફરિયાદ કરવામાં આવી હોવાનુ મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યુ છે. ટૂર્નામેન્ટ સમાપ્ત થવા બાદ આ સમાચાર સામે આવ્યા છે અને ચર્ચા ખૂબ ફેલાવા લાગી છે. રીપોર્ટ્સ મુજબ અધિકારીએ બતાવ્યુ છે કે, આ અંગે હોટલ રિસેપ્શન દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી કે, એક મહિલા શૂટરને પુરુષ શૂટરના રુમ હતી.
ભારતીય ટીમના અધિકારીએ એ વાત પણ ઉમેરી હતી કે, કોઈ પણ મહિલા ખેલાડીને સાથી પુરુષ ખેલાડીના રુમમાં આવતા કે જતા જોવામાં આવી નથી. આમ આવી સ્થિતિમાં આ વાતની પુષ્ટી કરી શકાતી નથી.
એક વાત સામે આવી છે કે, એક મહિલા શૂટર દ્વારા પુરુષ ખેલાડીના રુમનો વોશરુમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટીમના અધિકારીઓ દ્વારા ખેલાડીઓની પૂછપરછ દરમિયાન આ વાત સામે આવી હતી. જેને લઈ ટીમ ઈન્ડિયાના એક સિનિયર અધિકારીએ આ અંગે રિપોર્ટ NRAI ને સોંપ્યો છે. જે અધિકારી ટીમની સામે ટૂર્નામેન્ટ માટે કોરિયા ગયા હતા. હવે ફેડરેશન દ્વારા આ અંગે વધુ વિગતો મેળવવા માટે પૂછપરછનો તબક્કો શરુ કરી શકે છે. જેમાં દરેક ખેલાડીઓની પૂછપરછ થઈ શકે છે.